ખરે ટાણે Petrol નથી એવું એ કહેતો થઈ ગયો,
આ માણસ જાણે Machine થઈ ગયો..........
Petrolના ચક્કરમાં એ
રખડતો થઈ ગયો,
Bearing ની જેમ એ ફરતો
થઈ ગયો,
ખરે ટાણે પંચર
છે એવું એ કહેતો થઈ ગયો,
આ માણસ જાણે Machine થઈ ગયો..........
આજે Shine તો કાલે Discover,
એમ ફાયદો જોઈ
મોડેલ બદલતો થઈ ગયો,
મિસિસ ને છોડીને
મિસના Gear માં એ Mesh થઈ ગયો,
આ માણસ જાણે Machine થઈ ગયો..........
હોય અમદાવાદમાં
અને છું સુરત માં એવું એ કહેતો થઈ ગયો,
આજે Maruti 800 તો કાલે Tata Nano એમ,
ફાયદો જોઈ મિત્રો
પણ બદલતો થઈ ગયો,
આ માણસ જાણે Machine થઈ ગયો..........
Computer અને Laptop ના ચક્કરમાં,
પડોશીનું ઊંચું
મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો,
આજે Dell તો કાલે Lenovo એમ
ફાયદો જોઈ સંબંધ
બગાડતો થઈ ગયો,
આ માણસ જાણે Machine થઈ ગયો..........
Nokia અને Samsung ના ચક્કરમાં,
એ મિત્રતા ને પણ
ભૂલી ગયો,
આજે 4G તો કાલે 5G એમ સંબધોને પણ ભૂલી ગયો,
આ માણસ જાણે Machine થઈ ગયો..........
આ માણસ જાણે Machine થઈ ગયો..........
