Wednesday, August 14, 2013

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો

જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ જીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
સામે કોણ છે એ જોઈને સંબંધ રિસીવ કરતો થઈ ગયો
સ્વાર્થના ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વિચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
આજે રીટા તો કાલે ગીતા એમ મોડેલ બદલતો થઈ ગયો
મિસીસ ને છોડીને એ મીસને કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
પડોસીનું ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું થોડી રાહ જોઈ હોત તો એવું એ ઘરમા કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
હોય બરોડા અને છું સુરતમાં એમ કહેતો થઈ ગયો
આજે વોડાફોન તો કાલે જીઓ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............
ઇંકમિંગ-આઉટગોઇંગ, ઈન્ટરનેટ --ફ્રી ના ચક્કર માં
કુટુંબના જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે છું થાય બોલો મોડેલ ૪૨૦ એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો...............

No comments:

Post a Comment