Saturday, February 14, 2015

ફુરસદ જ ક્યાં છે.. (આજ નો યુવાન-યુવતીઓ દેશ વિષે શું વિચારે છે.............)




યુવાનો પોતાની મસ્તી માં મસ્ત છે,
દેશ વિશે વિચારવાની ફુરસદ જ ક્યાં છે,
system” ને ગાળો આપતા હજારો યુવાનો જોયા છે,
પણ system” ને સુધારવાની  વાત કરવા વાળો યુવાન શોધવો મુશ્કેલ છે,
Facebook ના જમાના માં રોજ ઓનલાઇન વાત કરે છે,
પણ દેશ વિશે ચર્ચા કરવાનો સમય જ ક્યાં છે,
Jio ફ્રેન્ડશિપ day ના દિવસે internet/msg ફ્રી આપે છે,
પણ Independence day ના દિવસની કોઈ વાત કરે જ ક્યાં છે,
ફ્રેન્ડશિપ day ના દિવસે, આગલા દિવસે, પછીના દિવસે msg ની ભરમાર  હોય છે,
પણ કમનસીબ મારુ એ કે મે કદી Independence day ના દિવસે “ Happy Independence day” આવો msg રિસીવ કર્યો નથી,
સવારે મોડા ઉઠતો આજનો યુવાન પત્નીના/ ગર્લફ્રેંડના જન્મદિવસે મોડા સુધી જાગી 12:01amwish કરે છે,
પણ આજ wish Independence day ના દિવસે થઈ હોત તો..................................
બસમાં ધક્કા-મુક્કી કે બસની શીટ ફાડતા યુવાનો જોયા છે,
પણ બસમાં શીટ  સાંધતો યુવાન જોવો મુશ્કેલ છે,
Hindi/ English ફીલ્મોના પૂરા ગીતો - Lyrics સાથે ગાતા યુવાનો જોયા છે,
પણ વંદે માતરમ અને જન ગણ મન કોઈ ને યાદ નથી,
પત્ની કે ગર્લફ્રેંડ ક્યારે મળ્યા હતા,કેટલા વર્ષ થયા એ યાદ છે,
પણ આઝાદીને કેટલા વર્ષ થયા એ યાદ નથી,

Google માં બધા યુવાનોને સર્ચ કરતાં જોયા છે,
પણ ભારત નામ ક્યાય જડતું નથી.....
શહેરમાં 15 ઓગસ્ટ  ના દિવસે Music જલસો જોવાનું ભૂલતા નથી,
પણ શાળામાં ભૂલકાઓ એ કરેલ પર્ફોમન્સ જોવા માટે ફુરસદ જ ક્યાં છે,
બસ -સ્ટેન્ડ ઉપર ગર્લફ્રેંડ ની રાહ જોવા માટે-કલાકો ઊભા રહેતા યુવાનો જોયા છે,
પણ રાષ્ટ-ગીત માટે 5 મિનિટ પણ વધારે લાગે છે,
બીજા દેશોની વાહ-વાહ કરતાં યુવાનો જોયા છે,
પણ આપના દેશની positive-side જોવા માગતો નથી....
દેશ વિશે વિચારવાની ફુરસદ જ ક્યાં છે………………….
સિને-સંદેશ અને પ્લેબોય જેવા મેગઝિન વાંચવાની ટેવ ધરાવતા યુવાનો જોયા છે,
પણ સફારી- સાઇન્સ મેગઝિન વાંચવાની ફુરસદ જ ક્યાં છે,
English ભાષા ને ગર્વ થી બોલતા યુવાનો જોયા છે,
પણ હિન્દી –માતૃભાષા વિશે વિચારવાની ફુરસદ જ ક્યાં છે,
યુવાનનો પોતાની મસ્તી માં મસ્ત છે,
દેશ વિશે વિચારવાની ફુરસદ જ ક્યાં છે…………………….