મોહ છે તો મોહંમા પડવામાં વાંધો પણ શું છે ?
ઇશ્વરે આ દુનિયામાં આટલા બધા રંગોનું અને સુગંધનું સર્જન કર્યુઁ,
કોને માટે ? આપણા માટે,માત્ર આપણા માટે
અરે વસંતમાં કોયલ કોને માટે ગાય છે ?
વરસાદમાં મોર કોને માટે નાચે છે ? અને
જ્યારે પહેલા વરસાદમાં હજારો દેડકાઓ ડ્રાઉ - ડ્રાઉ
કરતા હોય છે ત્યારે એવુ લાગે છે કે સેકડો બ્રાહ્મણો
વેદના શ્લોકોનું પઠન કરી રહ્યા છે,
આ બધું ઇશ્વરે આપણા માટે તો કર્યુઁ છે.....
ઇશ્વરે આપણને વિચાર શક્તિ કેમ આપી છે ?
જીવનમાં આવતા પ્રોબ્લેમ ને સૉલ્વ કરવા
આ બધું ઇશ્વરે આપણા માટે તો કર્યુઁ છે.....
શુ કામ કાલનું ટેન્શન લો છો ?
જીવન આવે અેવુ જીવો, બાકી ઈશ્વર પાસે એનુ સોલ્યુશન છે જ,
અને તે યોગ્ય સમયે આપશે જ,
આ બધું ઇશ્વરે આપણા માટે તો કર્યુઁ છે.....
પહેરવા માટે આપણી પાસે શું નથી ?
પાટણના પટોળા, ચણીયા ચોળી,પંજાબી ડ્રેસ,
સુરત ની ગુજરાતી સાડી, રેમન્ડ -અરમાની નો શૂટ,રાડોની વોચ
પાલનપુર નું અત્તર નાખીને નીકળ્યા હોય ને તો કુબેર પણ ગરીબ લાગે...
ઇશ્વરને જો જોખમ આવી જવાનુ હોત તો,
અેજ ઇશ્વરે આપણી જીભને સ્વાદેઁદ્રિય થી શણગારીના હોત
ખાવું અે માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે,
પોરબંદર ની ખાજલી,શિહોરના પેંડા,ડાકોર ના ગોટા,
વડોદરાનો લીલો ચેવડો,નડિયાદનું ભુસુ, ખમ્ભાત નું હલવાસન,
સુરતની ઘારી અને ખમણ અને ઉંધીયાની તો મજા જ કંઈક ઔર છે...
કતારગામની ત્રણ દાણવાળી પાપડી,સૌરાષ્ટ્રના ગાંઠીયા, કચ્છી દાબેલી,ગણદેવીની વાલોળ,
રાદેળના રવૈયાના બે ચીરા કરવાના, કોપરું-કોથમીર -આદુ -લસણ -મરચાંની પેસ્ટ બનાવી
તેની ઉપર લગાવી, શક્કરીયાં-મૂઠિયાં -બટાટા -કંદમૂળ સાથે એક કોરા માટલામાં, ત્રણ આંગળી ડૂબે
એટલુ તેલ નાખી, ચપોચપ બંધ કરી,જમીનમાં ત્રણ ફૂટ નીચે દાટી છાણાંનો અગ્નિ પ્રગટાવવાનો
બે -કલાક માં ઉંધીયુ તૈયાર..સહ કુટુમ્બ અને મિત્ર -મંડળ સાથે ખાવોને તો જીવતે જીવત મોક્ષ છે...
રવિવાર ની દાળ -ઢોકળી, મિત્ર -મંડળ સાથે તુવેર -ટોઠા અને લીલી હળદર -રોટલાની મજા લીધી હોય ત્યારે ખબર
પડે કે સ્વર્ગ તો અહીઁ જ છે.. અહીઁ જ છે ને અહીઁ જ છે...
