Saturday, September 28, 2024

એક House Wife ની ઈચ્છા... (dedicated to my Mummy and all House Wife)


વિચારું છું કાલે એક રજા લઉં...

થોડીક આળસની પણ મજા લઉં...

પણ શરુઆત ક્યાંથી કરુ?
છે થોડીક જવાબદારીઓ એને મૂકું ક્યાં?

આંખ ખોલુ ને મને પણ "ચા" હાથમાં મળે...

શું મને પણ મારા સપનામાંથી અચાનક જાગવાની મજા મળે?

ટેબલ પર બેસું ને ગરમ  નાસ્તો મળે...

શું મને પણ મીઠું જરા ઓછું છે..કહેવાનો મોકો મળે?

લંચના બનાવાનો બ્રેક મળે...

શું મને પણ ખરેખર લંચ બ્રેક માણવાનો સમય મળે?

કામ ક૨તી હોઉં ને મને પણ કોઈ પૂછવા આવે...

"ગરમા ગરમ ચા પીશ?"

ના જવાબ આપવાની તક મળે?

સાંજનું જમવાનું કોઈ મને પૂછીને બનાવે...

શું મને પણ મનગમતું જમવાનો

અવસર મળે? આવી એક રજા મળે...

તો શું મને માણવી ગમે?

સાલુ રોજ વિચારું આજે રજા લઉં....

ને કાલે લઈશ...

ને ફરી કામે લાગી જાઉં....

Sunday, May 10, 2020

હું કહેતો તો... લ્યા

હું કહેતો તો... લ્યા વૃક્ષો વાવો..તેનુ જતન કરો..
પણ ના આપણે તો એ.સી. લાવી દઈશું..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા થોડી માનવતા રાખો...
પણ ના આપણે તો આપણું જોવાનું ને...જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા પરિવાર ને થોડો સમય આપો..
પણ ના આપણે તો દોડવું છે ને ભાઈ...અમે તો દોડવાના
હું કહેતો તો... લ્યા રૂપિયા પાછળ ન ભાગો...
પણ ના આપણે તો બધુ જ જોઈએ જ  ભાઈ ..અમે તો ભાગવાના..
હું કહેતો તો... લ્યા આ ગુટખા-પાન મસાલા બંધ કરો..
પણ ના આપણે તો ખાવાના જ..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા ખેડૂતનું સન્માન કરો...
પણ ના આપણે તો ઉધોગો ને જ મહત્વ આપવાના..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા આ દેશી ખેતી પદ્ધતિ અપનાવો..
પણ ના આપણે તો  કેમિકલનો ઉપયોગ કરવાના, અઢળક ઉત્પાદન લેવાના..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા  આ યોગ ને અપનાવો...
પણ ના આપણે તો આ મોંઘી દવાઓ ખાવાના...જે થવું હોય એ થાય..
અને છેલ્લે...
હું કહેતો તો... લ્યા પ્રકૃતિનું  સન્માન જાળવો,  કુદરત રૂઠશે...પણ ના આપણે તો આપણા ધંધા નું જોવાનું ને..જે થવું હોય તે થાય..
હું કહેતો તો... લ્યા ઘરમાં રહો , સુરક્ષિત રહો...
પણ ના આપણે તો ફરવાના..જે થવું હોય તે થાય..