પણ ના આપણે તો એ.સી. લાવી દઈશું..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા થોડી માનવતા રાખો...
પણ ના આપણે તો આપણું જોવાનું ને...જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા પરિવાર ને થોડો સમય આપો..
પણ ના આપણે તો દોડવું છે ને ભાઈ...અમે તો દોડવાના
હું કહેતો તો... લ્યા રૂપિયા પાછળ ન ભાગો...
પણ ના આપણે તો બધુ જ જોઈએ જ ભાઈ ..અમે તો ભાગવાના..
હું કહેતો તો... લ્યા આ ગુટખા-પાન મસાલા બંધ કરો..
પણ ના આપણે તો ખાવાના જ..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા ખેડૂતનું સન્માન કરો...
પણ ના આપણે તો ઉધોગો ને જ મહત્વ આપવાના..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા આ દેશી ખેતી પદ્ધતિ અપનાવો..
પણ ના આપણે તો કેમિકલનો ઉપયોગ કરવાના, અઢળક ઉત્પાદન લેવાના..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા આ યોગ ને અપનાવો...
પણ ના આપણે તો આ મોંઘી દવાઓ ખાવાના...જે થવું હોય એ થાય..
અને છેલ્લે...
હું કહેતો તો... લ્યા પ્રકૃતિનું સન્માન જાળવો, કુદરત રૂઠશે...પણ ના આપણે તો આપણા ધંધા નું જોવાનું ને..જે થવું હોય તે થાય..
હું કહેતો તો... લ્યા ઘરમાં રહો , સુરક્ષિત રહો...
પણ ના આપણે તો ફરવાના..જે થવું હોય તે થાય..
No comments:
Post a Comment