Sunday, October 4, 2015

આ ગુજરાત છે કે જ્યાં ....


આ ગુજરાત છે કે જ્યાં ;
" યમદૂત પહોંચે એ પહેલાં ૧૦૮ પહોંચી જાય છે "

આ ગુજરાત છે કે જ્યાં ;
" વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે "

આ ગુજરાત છે કે જ્યાં ;
" કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી "

આ ગુજરાત છે કે જ્યાં ;
" મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે "

આ ગુજરાત છે કે જ્યાં ;
" લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય"

આ ગુજરાત છે કે જ્યાં ;
" રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે "

આ ગુજરાત છે કે જ્યાં ;
" લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના ,
મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય ન મારે "

આ ગુજરાત છે કે જ્યાં ;
" કવિઓની કવિતાઓ અને કથાકાર ની વાર્તા ઓ ના કદરદાનો ડગલે-પગલે જોવા મળે છે "

આ ગુજરાત છે કે જ્યાં ;
" ટુ વિહલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને જ નીકળે છે "

આ ગુજરાત છે કે જ્યાં ;
" અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે "

આ ગુજરાત છે કે જ્યાં ;
" દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે "

આ ગુજરાત છે કે જ્યાં ;
"ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે "

છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?

જેમ કે,

❗શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે.

❗ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.

❗મળેલ ભેટ તો ઠીક પણ ભેટ ઉપરના રેપર પણ રી-સાયકલ કરવાની કેવી મજા આવે.

❗બોન ચાયનાની ક્રોકરી ઘરમાં આવતા મહેમાન માટે જ હોય, બાકી કજોડા કપ-રકાબીની મોજ કંઈક ઔર છે....

❗ટીવીના રીમોટને પાછળ ઠબકારી ઠબકારી તોડી નાખશું પણ દશ રૂપીયાના સેલ નહી નાખીએ.

❗શાકભાજી સાથે કોથમીર /મરચાં મફત જ માંગવાના. ના  માગે તો સમજી લેવુ કે અે ગુજરાતણ નહીં...

❗સોનાના ભાવ વધે કે ઘટે... ખરીદવું એટલે ખરીદવું જ. પહેરવા માટે? એટલે શું?

❗પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.

❗ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને એ પણફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.

❗પીઝા પાર્લર્સમાં મફતમાં મળતાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ (આમ તો ઘરે મરચાંના બી આવે તો કકળાટ કરે) બઠાવી લેવાના. અને એ બઠાવેલા પડીકા પડે પછી મેગી નુડલ્સમાં.

❗બીસ્લેરીની ખાલી બોટલ મહીનાઓ સુધી રેફ્રીજરેટરમાં ઉપયોગમાં લેવાય.

❗પંજાબી ફુડ પાર્સલ સર્વીસવાળાના ડબ્બાઓ ઓફીસના લંચ બોક્સ તરીકે આવે.

❗અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય.

લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ)

❗દરેક ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે.

મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!
ગુજરાતી હોવાનો ગર્વ કરો કારણ કે...

૧.દેશની ટોટલ ઇન્કમ ટેક્ષ માં ૨૪% હિસ્સો ગુજરાતીયોનો...

૨.ટોટલ દાનમાં ૬૨% હિસ્સો ગુજરાતીયોનો...

૩.ભારતમાં ટોટલ ૧૫૦૦૦ ગૌશાળામાંથી ૧૨૦૦૦ ગૌશાળા ગુજરાતી સમુદાય દ્વારા સંચાલિત છે.

૪.ભારતમાં કુલ ૫૦,૨૧૪ ગુજરાતી ધાર્મિક સ્થાનો છે.

૫.ભારતમાં  ૪૬% શેર દલાલો ગુજરાતી છે.

૬.ભારતનો સૌથી સારો નેતા(નરેન્દ્રભાઈ મોદી) પણ ગુજરાતી છે.

૭.ભારતનો સૌથી ધનવાન માણસ પણ ગુજરાતી - મુકેશ અંબાણી.

૮.ઇંડિયન કરન્સી ઉપર ફોટો પણ ગુજરાતીનો...બાપુ

૯.ભારતને એક કોને કર્યુઁ - ગુજરાતીઅે...સરદાર

Monday, September 21, 2015

જીવનનો મોહ.........



મોહ છે તો મોહંમા  પડવામાં  વાંધો  પણ  શું છે ?
ઇશ્વરે આ દુનિયામાં  આટલા  બધા  રંગોનું અને સુગંધનું સર્જન કર્યુઁ,
કોને માટે ? આપણા માટે,માત્ર આપણા માટે
અરે  વસંતમાં કોયલ કોને માટે ગાય છે ?
વરસાદમાં મોર કોને માટે નાચે છે ? અને
જ્યારે  પહેલા  વરસાદમાં હજારો દેડકાઓ ડ્રાઉ - ડ્રાઉ
કરતા હોય છે ત્યારે એવુ લાગે છે કે સેકડો બ્રાહ્મણો
વેદના શ્લોકોનું પઠન કરી રહ્યા છે,
આ બધું ઇશ્વરે આપણા માટે તો કર્યુઁ છે.....
ઇશ્વરે આપણને વિચાર શક્તિ કેમ આપી છે ?
જીવનમાં આવતા પ્રોબ્લેમ ને સૉલ્વ કરવા
આ બધું ઇશ્વરે આપણા માટે તો કર્યુઁ છે.....
શુ કામ કાલનું ટેન્શન લો છો ?
જીવન આવે અેવુ જીવો, બાકી  ઈશ્વર પાસે એનુ સોલ્યુશન  છે જ,
અને તે યોગ્ય સમયે આપશે જ,
આ બધું ઇશ્વરે આપણા માટે તો કર્યુઁ છે.....
પહેરવા માટે આપણી પાસે શું નથી ?
પાટણના  પટોળા, ચણીયા ચોળી,પંજાબી ડ્રેસ,
સુરત ની ગુજરાતી સાડી, રેમન્ડ -અરમાની નો શૂટ,રાડોની વોચ
પાલનપુર નું અત્તર નાખીને નીકળ્યા હોય ને તો કુબેર પણ ગરીબ લાગે...
ઇશ્વરને જો જોખમ આવી જવાનુ હોત તો,
અેજ ઇશ્વરે આપણી જીભને સ્વાદેઁદ્રિય થી શણગારીના હોત
ખાવું અે માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે,
પોરબંદર ની ખાજલી,શિહોરના પેંડા,ડાકોર ના ગોટા,
વડોદરાનો લીલો ચેવડો,નડિયાદનું ભુસુ, ખમ્ભાત નું હલવાસન,
સુરતની ઘારી  અને ખમણ અને ઉંધીયાની તો મજા જ કંઈક ઔર છે...
કતારગામની ત્રણ દાણવાળી પાપડી,સૌરાષ્ટ્રના ગાંઠીયા, કચ્છી દાબેલી,ગણદેવીની વાલોળ,
રાદેળના રવૈયાના બે ચીરા કરવાના, કોપરું-કોથમીર -આદુ -લસણ -મરચાંની પેસ્ટ બનાવી
તેની ઉપર લગાવી, શક્કરીયાં-મૂઠિયાં -બટાટા -કંદમૂળ સાથે એક કોરા માટલામાં, ત્રણ આંગળી ડૂબે
એટલુ તેલ નાખી, ચપોચપ બંધ કરી,જમીનમાં ત્રણ ફૂટ નીચે દાટી છાણાંનો અગ્નિ પ્રગટાવવાનો
બે -કલાક માં ઉંધીયુ તૈયાર..સહ કુટુમ્બ અને મિત્ર -મંડળ સાથે ખાવોને  તો જીવતે જીવત મોક્ષ છે...
રવિવાર ની દાળ -ઢોકળી, મિત્ર -મંડળ સાથે તુવેર -ટોઠા અને લીલી હળદર -રોટલાની મજા લીધી હોય ત્યારે ખબર
પડે કે સ્વર્ગ તો અહીઁ જ છે.. અહીઁ જ છે ને  અહીઁ જ છે...


Thursday, August 13, 2015

अपना भारत देश - चलो आज भारत देश की शेर करते है।


चलो आज भारत देश की शेर करते है।

और जानते है...भारत क्या हे?
हमारा देश सबसे अनोखा है।
5000 साल पुरानी सभ्यता के कारन
दूसरो को हम " नमस्ते " कहते है।
अलग अलग धर्म के लोग यहॉ रहते है।
फिर भी हमारा देश एक है।
और एक साथ गाते है " सारे जहाँ से अच्छा
हिन्दुस्तां हमारा...हमारा सारे  जहाँ से अच्छा। "
भगवत गीता ,कुरान और बाइबल सभी धर्मग्रंथ
एक ही मेसेज देते है "धर्म की विजय होगी।"
इसीलिए तो हमारा मोटो है-"सत्य मेव जयते।"
आज विश्व में सबसे ज्यादा बोले जानेवाली भाषा
English सबसे ज्यादा यहॉ बोली जाती है।
पर उसके ज्यादातर शब्द संस्कृत से लिए गए है।
जैसे की -"मात्र" बना Mother,"भ्रात्र" बना Brother
"जिओमैत्री" बनी geometry,"त्रिकोणमिति" बनी trignometry।
यहॉ 22 भाषाओ में 5600 अख़बार और 3500 मेगेज़ीन छपते है जिसे
पढ़ने वालो की संख्या 12 करोड़ है।
जो दुनिया के किसी भी देश से बहोत ज्यादा हे।
ये शहीदों की भूमि है,गांधीजी,सरदार,शहीद भगतसिंह,चंद्रशेखर आज़ाद
जेसे वीरो ने जन्म लिए।
हमारा राष्ट्रगीत-जन गन मन (रविन्द्र नाथ टागोर)
और राष्ट्रगान-वंदे मातरम् (बंकिमचंद्र चटर्जी) है।
जिसे गाते समय हर देश वासी की छाती गद् गद् होती है।
हमारे यहॉ 29 राज्य और 7 केंद्रशासित प्रदेश् में
अलग अलग जाती के/धर्म के लोग साथ रहते है।
इन राज्यो में ताजमहल ,सुवर्णमंदिर,तिरुपति बालाजी मंदिर,
लाल किला ,राष्ट्रपति भवन ,जंतर-मंतर,कुतुम्बमीनार देखने लायक हे।
यहॉ का पोस्ट खाता बहुत बड़ा है ।
पुरे देश के छेत्रों  को दो अंको में विभाजित किया है।
रेलवे का नेटवर्क -65808 km है जो की
पुरे विश्व में चोथे नंबर पर है।
यहॉ दूध की नदिया बहेती है।
पुरे विश्व में दूध उत्पादन में दुसरे स्थान पर है। (यूरोपियन यूनियन के बाद)
अमूल डेरी,दूधसागर डेरी,मधर डेरी जेसी बड़ी डेरिया यहॉ है।
अब बात करते है ताकत की ,
दुनिया की सबसे बड़ी -तीसरे नंबर की फोज़ हमारे यहॉ है।
पर हमारी पुरानी सभ्यता के कारन हम सामने वाले जुकके
"नमस्ते " कहते है, ये हमारे संस्कार है।
यहॉ गंगा ,ब्रह्मपुत्रा,नर्मदा जैसी पवित्र नदिया बहेती है।
यहॉ की फलद्रुप जमीन में सभी प्रकार के धान्य भरपूर मात्रा में होते है।
तीनो दिशाओ से हमारी रक्षा जलदेवता करते है।
उन्होंने 7517km लंबा समुद्र दिया हुआ है।
दुनिया की सबसे बड़ी बेंको का नेटवर्क जैसे की
RBI,SBI,ICICI वगैरह है।
उसका सुकान ज्यादतर  महिलाओने संभाला है।
अब बात करते है दिमाग की बात ,
यहॉ 20-IITs ,19-IIMs,31-NITs और 11000  ITIs कार्यरत है।
जिसके कारन डॉक्टर्स,इंजिनीअरस,साइंटिस्टस की गिनती में
हम दुनिया में तीसरे स्थान पर है।
ONGC,IOCL,BHEL,TATA,MAHINDRA & MAHINDRA,ISRO,DRDO
जैसी संस्थाए हमारा गर्व है और सेना ,पोलिस ,RAW,CBI,NSG,NSA,
हिमालय हमारी रक्षा करते है।
दुनिया के सबसे बड़े किचन -भोजनालय यहॉ पर है।
जैसे की-
1)श्री साई नाथ प्रसादालय शिरडी-रोजाना 50000 लोग प्रसाद लेते है।
2)इंडियन रेलवे -IRCTC मुम्बई-रेलवे केटरिंग।
3)अक्षयपात्र -इस्कॉन,हुबली कर्नाटक-रोजाना 30000 students प्रसाद लेते है।
4)गोल्डन टेम्पल अमृतसर,पंजाब-रोजाना 30000 लोग प्रसाद लेते है।
और LPG के 100 cylinder रोजाना use होते है।
5)धर्मस्थला ,भगवान मंजुनाथ मंदिर, कर्नाटक-रोजाना 30000 लोग प्रसाद लेते है।
6)TAJ SATs-air केटरिंग विमानों में केटरिंग करनेवाली दुनियाकी चोथे नंबर की कंपनी है।
इश्मे  3 मंदिर है जो हमारी आस्था के प्रतिक है।
विश्व को योग  से अवगत भारत देश ने करवाया।
पतंजलि जैसे महान योगगुरु यहॉ हो गए।
आखिर में बोलना चाहूँगा ,वो तिरंगा वाला गाना
"मेरी जान तिरंगा है,मेरी शान तिरंगा है।"....

-मेरी भारत माँ को अर्पण...

Wednesday, April 29, 2015

લાઈફ Excel.......


જીન્દગીમાં જરૂર જણાય ત્યારે Book 1 ખોલાવી પડે છે,
અને એમાં Sheet 1 માં Entry કરવી પડે છે,
વાત થાય છે લાઈફ Excel ની જે આપણે રોજ Use કરીએ છીએ.....
એક પ્રોબ્લેમ ને Copy કરી બીજી જગ્યાએ Paste કરવાનું થાય છે,
પાછળથી એવું થાય છે  કે સાલું થોડી રાહ જોઈ હોત તો પ્રોબ્લેમ ને Cut અને Paste કરી શક્યો હોત,
વાત થાય છે લાઈફ Excel ની જે આપણે રોજ Use કરીએ છીએ.....
કોઈ વાતને Bold કરવાની રહી જ જાય ત્યારે ખબર પડે છે કે પત્નીનો ઠપકો કેવો હોય છે,
સાલું Format Painter નો ઉપયોગ કર્યો હોત તો કેટલું સારું થાત,
વાત થાય છે લાઈફ Excel ની જે આપણે રોજ Use કરીએ છીએ.....
ઘણીવાર મિત્રતામાં આપણે Wrap Text નો ઉપયોગ કરીયે છીએ,
પણ પાછળ થી થાય છે કે સાલું Merge Center નો ઉપયોગ કર્યો હોત તો,
વાત થાય છે લાઈફ Excel ની જે આપણે રોજ Use કરીએ છીએ.....
પતિ અને પત્નીના સંબંધમાં જ્યારે Direct Function નો Use થાય છે,
થોડા સમય પછી ખબર પડે છે કે સાલું Delete કરી Sort & Filter નો ઉપયોગ થયો હોત તો,
વાત થાય છે લાઈફ Excel ની જે આપણે રોજ Use કરીએ છીએ.....
Column અને Row ની અંદર ફસાવાનું થાય છે,
ત્યારે સાલો વિચાર આવે છે કે Table નો ઉપયોગ કર્યો હોત તો,
વાત થાય છે લાઈફ Excel ની જે આપણે રોજ Use કરીએ છીએ.....
જીવનની સારી નરસી વાતો  Page Layout નો ઉપયોગ કરી પ્રિન્ટ કરું છું,
ત્યારે સાલું ખબર પડે છે કે margin સેટ કરવાનું તો ભૂલી જ ગયા,
વાત થાય છે લાઈફ Excel ની જે આપણે રોજ Use કરીએ છીએ.....
યુવાનો/ યુવતીઓને ખોટા રસ્તે જતાં જોઈ કોમેન્ટ આપવાનું મન થાય છે,
જો તમે તમારી Sheet Password Protected કરી હોત તો આ બધા પ્રોબ્લેમ ના થાત
વાત થાય છે લાઈફ Excel ની જે આપણે રોજ Use કરીએ છીએ.....
જીવનના અનેક pictures Insert કરવામાં ...
આપણે દેશનો તો Screen Shot લેવાનું તો ભૂલી જ ગયા,
વાત થાય છે લાઈફ Excel ની જે આપણે રોજ Use કરીએ છીએ.....

By Ketan (kv)

Saturday, February 14, 2015

ફુરસદ જ ક્યાં છે.. (આજ નો યુવાન-યુવતીઓ દેશ વિષે શું વિચારે છે.............)




યુવાનો પોતાની મસ્તી માં મસ્ત છે,
દેશ વિશે વિચારવાની ફુરસદ જ ક્યાં છે,
system” ને ગાળો આપતા હજારો યુવાનો જોયા છે,
પણ system” ને સુધારવાની  વાત કરવા વાળો યુવાન શોધવો મુશ્કેલ છે,
Facebook ના જમાના માં રોજ ઓનલાઇન વાત કરે છે,
પણ દેશ વિશે ચર્ચા કરવાનો સમય જ ક્યાં છે,
Jio ફ્રેન્ડશિપ day ના દિવસે internet/msg ફ્રી આપે છે,
પણ Independence day ના દિવસની કોઈ વાત કરે જ ક્યાં છે,
ફ્રેન્ડશિપ day ના દિવસે, આગલા દિવસે, પછીના દિવસે msg ની ભરમાર  હોય છે,
પણ કમનસીબ મારુ એ કે મે કદી Independence day ના દિવસે “ Happy Independence day” આવો msg રિસીવ કર્યો નથી,
સવારે મોડા ઉઠતો આજનો યુવાન પત્નીના/ ગર્લફ્રેંડના જન્મદિવસે મોડા સુધી જાગી 12:01amwish કરે છે,
પણ આજ wish Independence day ના દિવસે થઈ હોત તો..................................
બસમાં ધક્કા-મુક્કી કે બસની શીટ ફાડતા યુવાનો જોયા છે,
પણ બસમાં શીટ  સાંધતો યુવાન જોવો મુશ્કેલ છે,
Hindi/ English ફીલ્મોના પૂરા ગીતો - Lyrics સાથે ગાતા યુવાનો જોયા છે,
પણ વંદે માતરમ અને જન ગણ મન કોઈ ને યાદ નથી,
પત્ની કે ગર્લફ્રેંડ ક્યારે મળ્યા હતા,કેટલા વર્ષ થયા એ યાદ છે,
પણ આઝાદીને કેટલા વર્ષ થયા એ યાદ નથી,

Google માં બધા યુવાનોને સર્ચ કરતાં જોયા છે,
પણ ભારત નામ ક્યાય જડતું નથી.....
શહેરમાં 15 ઓગસ્ટ  ના દિવસે Music જલસો જોવાનું ભૂલતા નથી,
પણ શાળામાં ભૂલકાઓ એ કરેલ પર્ફોમન્સ જોવા માટે ફુરસદ જ ક્યાં છે,
બસ -સ્ટેન્ડ ઉપર ગર્લફ્રેંડ ની રાહ જોવા માટે-કલાકો ઊભા રહેતા યુવાનો જોયા છે,
પણ રાષ્ટ-ગીત માટે 5 મિનિટ પણ વધારે લાગે છે,
બીજા દેશોની વાહ-વાહ કરતાં યુવાનો જોયા છે,
પણ આપના દેશની positive-side જોવા માગતો નથી....
દેશ વિશે વિચારવાની ફુરસદ જ ક્યાં છે………………….
સિને-સંદેશ અને પ્લેબોય જેવા મેગઝિન વાંચવાની ટેવ ધરાવતા યુવાનો જોયા છે,
પણ સફારી- સાઇન્સ મેગઝિન વાંચવાની ફુરસદ જ ક્યાં છે,
English ભાષા ને ગર્વ થી બોલતા યુવાનો જોયા છે,
પણ હિન્દી –માતૃભાષા વિશે વિચારવાની ફુરસદ જ ક્યાં છે,
યુવાનનો પોતાની મસ્તી માં મસ્ત છે,
દેશ વિશે વિચારવાની ફુરસદ જ ક્યાં છે…………………….