આ ગુજરાત છે કે જ્યાં ;
" યમદૂત પહોંચે એ પહેલાં ૧૦૮ પહોંચી જાય છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી "
આ ગુજરાત છે કે જ્યાં ;
" મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય"
આ ગુજરાત છે કે જ્યાં ;
" રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના ,
મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય ન મારે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" કવિઓની કવિતાઓ અને કથાકાર ની વાર્તા ઓ ના કદરદાનો ડગલે-પગલે જોવા મળે છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" ટુ વિહલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને જ નીકળે છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
"ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે "
છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?
જેમ કે,
❗શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે.
❗ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.
❗મળેલ ભેટ તો ઠીક પણ ભેટ ઉપરના રેપર પણ રી-સાયકલ કરવાની કેવી મજા આવે.
❗બોન ચાયનાની ક્રોકરી ઘરમાં આવતા મહેમાન માટે જ હોય, બાકી કજોડા કપ-રકાબીની મોજ કંઈક ઔર છે....
❗ટીવીના રીમોટને પાછળ ઠબકારી ઠબકારી તોડી નાખશું પણ દશ રૂપીયાના સેલ નહી નાખીએ.
❗શાકભાજી સાથે કોથમીર /મરચાં મફત જ માંગવાના. ના માગે તો સમજી લેવુ કે અે ગુજરાતણ નહીં...
❗સોનાના ભાવ વધે કે ઘટે... ખરીદવું એટલે ખરીદવું જ. પહેરવા માટે? એટલે શું?
❗પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.
❗ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને એ પણફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.
❗પીઝા પાર્લર્સમાં મફતમાં મળતાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ (આમ તો ઘરે મરચાંના બી આવે તો કકળાટ કરે) બઠાવી લેવાના. અને એ બઠાવેલા પડીકા પડે પછી મેગી નુડલ્સમાં.
❗બીસ્લેરીની ખાલી બોટલ મહીનાઓ સુધી રેફ્રીજરેટરમાં ઉપયોગમાં લેવાય.
❗પંજાબી ફુડ પાર્સલ સર્વીસવાળાના ડબ્બાઓ ઓફીસના લંચ બોક્સ તરીકે આવે.
❗અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય.
લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ)
❗દરેક ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે.
મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!
ગુજરાતી હોવાનો ગર્વ કરો કારણ કે...
૧.દેશની ટોટલ ઇન્કમ ટેક્ષ માં ૨૪% હિસ્સો ગુજરાતીયોનો...
૨.ટોટલ દાનમાં ૬૨% હિસ્સો ગુજરાતીયોનો...
૩.ભારતમાં ટોટલ ૧૫૦૦૦ ગૌશાળામાંથી ૧૨૦૦૦ ગૌશાળા ગુજરાતી સમુદાય દ્વારા સંચાલિત છે.
૪.ભારતમાં કુલ ૫૦,૨૧૪ ગુજરાતી ધાર્મિક સ્થાનો છે.
૫.ભારતમાં ૪૬% શેર દલાલો ગુજરાતી છે.
૬.ભારતનો સૌથી સારો નેતા(નરેન્દ્રભાઈ મોદી) પણ ગુજરાતી છે.
૭.ભારતનો સૌથી ધનવાન માણસ પણ ગુજરાતી - મુકેશ અંબાણી.
૮.ઇંડિયન કરન્સી ઉપર ફોટો પણ ગુજરાતીનો...બાપુ
૯.ભારતને એક કોને કર્યુઁ - ગુજરાતીઅે...સરદાર

No comments:
Post a Comment