Saturday, October 1, 2016
હજી પણ આપણે આ "સૂત્રો" લખવા પડે છે!!!!!!
Monday, August 1, 2016
4G વરસાદ.....
10GB 4G વરસાદ પડતાં કંસારાકુઈ ગામના તળાવની મેમરી ફુલ થઇ જતાં.....
આ પરિસ્થિતિ ની જાણ ગામ લોકોને Whats up Group દ્વારા કરવામાં આવી....
ગામનો વાહન વ્યવહાર હેન્ગ થવાની સંભાવનાથી
સરકાર દ્વારા xender કાર્યક્રમ on કરી અસરગ્રસ્તો ને ઊંચાણવાળા વિસ્તારમાં send કરાયા...
સરકાર દ્વારા કંસારાકુઈ ગામ ને Free WiFi Zone જાહેર કરાતા ગામે ગામથી યુવાનોના ટોળા મદદ માટે ઉમટી પડયા...
ગામની પ્રાથમિક શાળા ૭ દિવસ માટે switch off કરવામાં આવી...
ગામની લાયબ્રેરી ડૂબમા જતા ત્યાંથી બધા પુસ્તકોને Share it કાર્યક્રમ દ્વારા સલામત સ્થળે Transfer કરવામા આવ્યાં...
આ દિવસો દરમ્યાન ગામના પરિવારો માટે Recharge Coupon No. દૂધડેરીમાંથી SMS દ્વારા મંગાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી...
ગામના લોકોની Battery Charging કરવાની વ્યવસ્થા માતાજી ના મંદિર ના રસોડામાં રાખેલ છે...
Facebook ઉપર મોર દ્વારા Broad cast કરવામાં આવ્યું કે કંસારાકુઈમાં 4G વરસાદથી તળાવ ની મેમરી ફુલ!!!!!!!!
ચકલીઓ દ્વારા Twitter ઉપર Tweet કરી #4G વરસાદ કંસારાકુઈ એવો ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો!!!!!!!!!
આ પરિસ્થિતિ ની જાણ Facebook અને Twitter પર થતાં પરિસ્થિતિ નો તાગ મેળવવા પત્રકારો ની એક ટીમ અહીં સરકાર દ્વારા Send કરવામાં આવી હતી...
હવામાન ખાતા ની આગાહી પ્રમાણે આગામી 48 કલાક દરમ્યાન 30GB 4G વરસાદ પડવાની શક્યતા છે.....
સલામતીના ભાગ રૂપે ગામના લોકોને ઊંચાણવાળા વિસ્તારમા જવા સરકાર દ્વારા ચાલતા Xender કાર્યક્રમ નો ઉપયોગ કરવો...
અને ખાસ ઘરોને Password Protected કરવાનુ ભૂલશો નહિ...
Tuesday, July 12, 2016
છેલ્લો દિવસ ( મારા વ્હાલા આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને અર્પણ)
- કેતન પટેલ (kv)
Sunday, April 24, 2016
દીકરી....
લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી,
કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે,
દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે,
હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે,
હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે,
સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.
ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું......!!
પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો 'છૂ' થઈ જાય છે!
પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે...
દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને
અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે
પણ,
દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?
દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે...
પણ,
દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે... !!
દીકરીના લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો...!
દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન...
એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી...
દીકરી એટલે માત્ર ઘર માં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસ માં સતત વસેલી વસંત ...
દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું ...
દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ ,
દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર ...
Thursday, February 4, 2016
દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
જો ઝાડ લાકડા ને બદલે લોખંડ આપતું હોત તો દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
જો ઝાડ પાંદડા ને બદલે સિક્કા આપતું હોત તો દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
જો ઝાડ ઓક્સીજન ને બદલે વાઈ-ફાઈ આપતું હોત તો દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
જો ઝાડ કાર્બન ડાયોક્સાઇડ ને બદલે કચરો શોષી આપતું હોત તો દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
જો ઝાડ આપણા કહેવાથી ગમે ત્યાં ખસી જતું હોત તો દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
જો ઝાડ પાણી ન પીતું હોત તો દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
જો ઝાડ શાકભાજીને બદલે મીઠાઈ આપતું હોત તો દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
જો ઝાડ ફૂલના બદલે સોનુ આપતું હોત તો દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
જો રૂપિયાના ઝાડ હોત તો દરેક માણસ એક ઝાડ જરૂર લગાવત...
કેતન પટેલ (kv)
Tuesday, January 26, 2016
સારું થયું આઝાદ થઇ ગયા......
સારું થયું આઝાદ થઇ ગયા
એ ગોરા સાલા રસ્તા પર થુકવા દેતા નોતા
રસ્તા પાણી થી ધોતા હતા
આપણે કેટલા નસીબ વાળા ગમે ત્યાં થૂકી શકયા ગુટખા ખાઈ શક્યા
સારું થયું આઝાદ થઇ ગયા....
તે અંગ્રેજો ગધેડા અનાજ માં ભેળસેળ કરવા દેતા નોતા
મૂરખા રાસન માં સારું અનાજ આપતા
કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ દવા અનાજ માં બેફામ ભેળસેળ કરવા મુકત થયા
સારું થયું આઝાદ થઈ ગયા......
એ મૂરખ અંગ્રેજો શિક્ષણ નો વેપાર કરવા દેતા નોતા
સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા હતા
હવે શિક્ષણ નો વેપાર કરી યુવાનો ની જીંદગી બરબાદ કરવા ભાગ્યશાળી બન્યા
સારું થયું આઝાદ થઈ ગયા.....
એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકો ને ભીખ માગવા દેતા નોતા
દરિદ્રો આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા
હવે બાળકો નું અપહરણ કરી અપંગ બનાવી ભીખ મગાવી ઉદાર આપણે થયા
સારું થયું આઝાદ થઈ ગયા......
એ ફિરંગીઓ લાંચ ખાવા દેતા નોતા
ગધેડા લાંચ લેનાર ને લાતો મારી કાઢી મૂકતા હતા
હવે આપણે લાંચિયા ની સંમૃધ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા
સારું થયું આઝાદ થઈ ગયા.......
એ ગોરા સાલા ટ્રાફિકના નિયમો કડકાઈથી પાલન કરાવતા
આપણે કેટલા નસીબ વાળા કે ટ્રાફિકના નિયમોની ભૂલી બેફામ વાહન ચલાવવાની ખુશી અનુભવતા થયા
સારું થયું આઝાદ થઈ ગયા.......
એ ફિરંગીઓ સાલા કચરો કચરા પેટીમાં નંખાવતા
આપણે કેટલા નસીબ વાળા કે દેશને ગંદો કરી શક્યા
સારું થયું આઝાદ થઈ ગયા.......
સારું થયું આઝાદ થઈ ગયા......
સારું થયું આઝાદ થઈ ગયા......




