Sunday, May 10, 2020

હું કહેતો તો... લ્યા

હું કહેતો તો... લ્યા વૃક્ષો વાવો..તેનુ જતન કરો..
પણ ના આપણે તો એ.સી. લાવી દઈશું..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા થોડી માનવતા રાખો...
પણ ના આપણે તો આપણું જોવાનું ને...જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા પરિવાર ને થોડો સમય આપો..
પણ ના આપણે તો દોડવું છે ને ભાઈ...અમે તો દોડવાના
હું કહેતો તો... લ્યા રૂપિયા પાછળ ન ભાગો...
પણ ના આપણે તો બધુ જ જોઈએ જ  ભાઈ ..અમે તો ભાગવાના..
હું કહેતો તો... લ્યા આ ગુટખા-પાન મસાલા બંધ કરો..
પણ ના આપણે તો ખાવાના જ..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા ખેડૂતનું સન્માન કરો...
પણ ના આપણે તો ઉધોગો ને જ મહત્વ આપવાના..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા આ દેશી ખેતી પદ્ધતિ અપનાવો..
પણ ના આપણે તો  કેમિકલનો ઉપયોગ કરવાના, અઢળક ઉત્પાદન લેવાના..જે થવું હોય એ થાય..
હું કહેતો તો... લ્યા  આ યોગ ને અપનાવો...
પણ ના આપણે તો આ મોંઘી દવાઓ ખાવાના...જે થવું હોય એ થાય..
અને છેલ્લે...
હું કહેતો તો... લ્યા પ્રકૃતિનું  સન્માન જાળવો,  કુદરત રૂઠશે...પણ ના આપણે તો આપણા ધંધા નું જોવાનું ને..જે થવું હોય તે થાય..
હું કહેતો તો... લ્યા ઘરમાં રહો , સુરક્ષિત રહો...
પણ ના આપણે તો ફરવાના..જે થવું હોય તે થાય..

Tuesday, January 30, 2018

લાઈફ!!!!!





કોલેજ લાઈફ....રીલાયન્સ - jio જેવી.
    ( करलो दुनिया मुठ्ठी में ।)

બેચરલ લાઈફ....એરટેલ જેવી.
     ( ऐसी आजादी और कहा ।)

સગાઈ પછી....આઈડીયા જેવી.
    ( जो बदल दे आप की दुनिया ।)
અને હા યુનિનોર જેવી પણ.
   ( अब मेरा नंबर है।.ખુશીઓ જ ખુશીઓ ...ફ્રી.ફ્રી.ફ્રી)

લગ્ન પછી....વોડાફોન જેવી.
(Power  to  You..જયા પણ જાવ નેટવર્ક સાથે ને સાથે.)

સંતાનો થયા પછી....બી.એસ.એન.એલ.જેવી
    (Connecting India..બધી લાઇન વ્યસ્ત છે.)

પણ  મારી મિત્રતા.... એલ આઈ સી જેવી.    (जिंदगी के साथ भी जिंदगी के बाद भी ।)